{"product_id":"jindagicom-uma-parmar-9788193460696","title":"Jindagi.com","description":"\u003cp\u003e પ્રથમ બે પુસ્તકો 'વામા'- નવલિકા સંગ્રહ અને 'અંતથી આરંભ'- લઘુનવલ ને ભાવકોએ ખૂબ જ પ્રેમ આપીને ઉત્સાહથી વધાવી લીધાં. ત્યાર બાદ શ્રી પ્રતિભાબહેન ઠક્કરના પુસ્તક 'સ્ત્રીઆર્થ' - જે એમનાં સંપાદન હેઠળનો ચોથો વાર્તા સંગ્રહ છે તેમાં મારી વાર્તા 'મી ટૂ' પસંદ થઈ. આ એક સહિયારું અને દેશ-વિદેશનાં 66 ગુજરાતી સ્ત્રી લેખિકાઓનું સર્જન હતું. આ દરમિયાન થોડી વાર્તાઓ લખાતી અને પ્રકાશિત થતી રહી.\u003c\/p\u003e\u003cp\u003e \u003c\/p\u003e\u003cp\u003e એકવાર 'ગુજરાત ગાર્ડિયન' નાં શ્રી મનોજભાઈ મિસ્ત્રીને મળવાનું થયું. તેઓ નવોદિત લેખકોને સરસ પ્રોત્સાહન પૂરું પાડતાં રહે છે. એમનાં દૈનિકમાં તેઓએ મારી કોલમ શરૂ કરવા નિમંત્રણ આપ્યું. આ રીતે શરૂ થઈ જીવનનાં વિવિધ પાસાઓને સ્પર્શતી મારી પહેલી, નાની કોલમ 'જિંદગી.કોમ'.\u003c\/p\u003e\u003cp\u003e \u003c\/p\u003e\u003cp\u003e આમ તો આ સફર નાની હતી પણ અનુભવ સરસ રહ્યો. મિત્રોનો ખાસ આગ્રહ કે, આ સંગ્રહ નાના પુસ્તક સ્વરૂપે આવવું જોઈએ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ રીતે પુસ્તક પણ કરીશ. આમ જોવાં જઈએ તો આ કોઈ બહુ મોટું સાહિત્ય સર્જન ન કહી શકાય, છતાં એક કલમમાંથી ટપકતા શબ્દો પુસ્તકરૂપે સચવાય એથી રૂડું બીજું શું હોય શકે? તેથી આ કોલમ અંતર્ગત જે લેખો પ્રકાશિત થયાં, તે આ પુસ્તકમાં સમાવિષ્ટ કરી આપ સૌ સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. \u003cbr\u003e\u003cbr\u003e\u003cb\u003eAuthor:\u003c\/b\u003e Uma Parmar\u003cbr\u003e\u003cb\u003eISBN-10:\u003c\/b\u003e 8193460693\u003cbr\u003e\u003cb\u003eISBN-13:\u003c\/b\u003e 9788193460696\u003cbr\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e Nexus Stories Publication\u003cbr\u003e\u003cb\u003eLanguage:\u003c\/b\u003e English\u003cbr\u003e\u003cb\u003ePublished:\u003c\/b\u003e 10\/20\/2020\u003cbr\u003e\u003cb\u003ePages:\u003c\/b\u003e 108\u003cbr\u003e\u003cb\u003eFormat:\u003c\/b\u003e Paperback\u003cbr\u003e\u003cb\u003eWeight:\u003c\/b\u003e 0.32lbs\u003cbr\u003e\u003cb\u003eSize:\u003c\/b\u003e 8.50h x 5.50w x 0.26d\u003c\/p\u003e","brand":"Uma Parmar","offers":[{"title":"Paperback","offer_id":47760108257535,"sku":"9788193460696","price":13.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0662\/2982\/9887\/files\/img_f7902ebd-5094-4573-a3de-7baf23597a42.jpg?v=1765513269","url":"https:\/\/www.whiterainbookhouse.com\/products\/jindagicom-uma-parmar-9788193460696","provider":"WR Book House","version":"1.0","type":"link"}